હંમેશા તરસથી તડપતું રહે છે આ પક્ષી, પરંતુ કેમ નથી પીતું કોઈ નદી કે તળાવનું પાણી?
આ ખાસ પક્ષી તરસથી તડપતુ રહે છે. પરંતુ નદી કે તળાવનું પાણી નથી પીતુ. જો તમે આ પક્ષીને કોઈ વાસણમાં પણ પાણી પીવા માટે આપો છો, તો નથી પીતુ. તમે વિચારતા હશો, કે આવુ કયુ પક્ષી છે. કારણકે પાણી વગર તો કોઈ જીવિત જ ન રહી શકે. ચાલો જાણીએ કોણ છે આ ખાસ પક્ષી અને તે કયુ પાણી પીવે છે.
નવી દિલ્લીઃ ધરતી પર કુલ 5000 કરોડ પક્ષી રહે છે. જેમાંના કેટલાક પક્ષીની પ્રજાતિ ખૂબ જ દુર્લભ હોય છે. આ પક્ષીઓમાં કેટલાક એવા પણ છે જે પોતાની ખાસિયતના કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. ધરતા પર જીવિત રહેવા માટે પાણી પ્રાથમિક જરૂરિયાત છે. કેટલાક પક્ષીઓ ઓછુ પાણી પીને જીવનનિર્વાહ કરે છે. પરંતુ પાણીની જરૂર તો બધાને પડે છે.
આ ખાસ પક્ષી તરસથી તડપતુ રહે છે. પરંતુ નદી કે તળાવનું પાણી નથી પીતુ. જો તમે આ પક્ષીને કોઈ વાસણમાં પણ પાણી પીવા માટે આપો છો, તો નથી પીતુ. તમે વિચારતા હશો, કે આવુ કયુ પક્ષી છે. કારણકે પાણી વગર તો કોઈ જીવિત જ ન રહી શકે. ચાલો જાણીએ કોણ છે આ ખાસ પક્ષી અને તે કયુ પાણી પીવે છે. ખાસ પાણી પીવે છે- હકીકતમાં અમે જે પક્ષી વિશે વાત કરીએ છે, તે ઝરણાં, તળાવ કે નદીનું પાણી નથી પીતા. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આ પક્ષી માત્ર વરસાદનું પાણી જ પીવે છે. જ્યારે વરસાદ વરસે છે, ત્યારે આ પક્ષી પોતાની તરસ છીપાવે છે. આ ખાસ પક્ષીનું નામ છે ચાતક. તેને ઘણીવાર ખૂબ જ તરસ લાગી હોય છે, પરંતુ તે કોઈ બીજુ પાણી નથી પીતો. માત્ર વરસાદનું પાણી જ પીવે છે. કહેવામાં આવે છે કે ચાતકને ખૂબ જ તરસ લાગી હોય અને પાણી ભરેલા તળાવમાં છોડી દઈએ, તો પણ તે પોતાની ચાંચ નથી ખોલતો. આ પક્ષી પાણી મામલે ખૂબ જ સ્વાભિમાની હોય છે. માત્ર એશિયા અને આફિક્રાના મહાદ્વીપમાં જ આ પક્ષી જેનું નામ ચાતક છે તે જોવા મળે છે. ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં મુખ્યરૂપથી જોવા મળે છે.જાણકારો કહે છે કે, આ પક્ષી મોટાભાગનો સમય આકાશમાં ટકટકી લગાવીને બેસી રહે છે. ચાતક માત્ર સ્વાતિ જળ નક્ષત્રમાં થતા વરસાદનું જ પાણી પીવે છે. ઉત્તરાખંડના ગઢવાલમાં લોકો આ પક્ષીને ચોલીના નામે બોલાવે છે. જ્યારે મારવાડીમાં મઘવા અને પપિયા કહેવામાં આવે છે.